- શ્રી ગોઝારિયા વિકાસ મંડળ, મુંબઈ
વર્તમાન જડપી યુગમાં આપણે સૌં વતન છોડી ધંધાર્થે મુંબઈ જેવા મહાનગરમાં વસવાટ કર્યો છે. આજના પ્રગતિશીલ યુગમાં વ્યક્તિના વિકાસ અને પ્રગતિમાં મિત્ર, કુટુંબ, જ્ઞાતિ, સંસ્થા અને મંડળો એકબીજાને મદદરૂપ થઇ પડે છે. છેલ્લા ૩૩ વર્ષના ગાળામાં આપણાં મંડળે અનેક પ્રકારની પ્રવૃત્તિ કરી એક કુમળા નાના છોડમાંથી વટવૃક્ષ રૂપ ધારણ કરેલ છે અને સેવા-સહકાર- સંગઠનની મૂળ ભાવના ચરીતાર્થ કરી છે.